VADODARA MUNICIPAL CORPORATION
Swami Vivekanand Art Gallery
Vadodara Muncipal Corporation
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્વામી વિવેકાનંદ આર્ટ ગેલેરીના ઉપયોગ બાબતના નિયમો અને ધોરણો
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આર્ટ ગેલેરીનું બાંધકામ મુખ્યત્વે કલા પ્રદર્શનો અને પ્રવૃતિઓ માટે કરવામા આવ્યુ છે પરંતુ તે માટે પુરતી માંગ ઉભી ના થાય ત્ય સુંધી કમિશનર શ્રી ને મુનાસીબ લાગે તેવી અન્ય પ્રવ્રુતિઓ માટે પણ ઉપયોગ કરી શકાશે કલા પ્રદર્શન અને પ્રવ્રુતિઓ અને અન્ય પ્રવ્રુતિઓ જગ્યા માટે ની માંગ હશે તેવા પ્રસંગે કલા સબંધી જ પ્રવ્રુતિને પ્રાધાન્ય આપવાનુ રહેશે.
આર્ટ ગેલેરીમા અત્યારે પ્રદર્શન વગેરે હેતુઓ માટે જગ્યાઓ છે ભવિષ્યમા તેમા વધારો થવાની શક્યતા છે. આ નિયમોમા "આર્ટ ગેલેરી" નો અર્થ જે જગ્યા માટે અરજી કરી હોઈ કે ઉપયોગ માટે ફાળવી હશે તે જગ્યા પૂરતો સમજવાનો છે આપેલ પરવાનગી મા આર્ટ ગેલેરીની આજુબાજુ ની ખુલ્લિ જગ્યા અને બગીચાનો સમાવેશ થતો નથી.
આર્ટ ગેલેરીનો ઉપયોગ જે હેતુ માટે આર્ટ ગેલેરી ફાળવવામા આવે અને જે ધોરણોનુસાર ફાળવવામા આવેલી હોઈ તે માટે જ અને તેને બંધન કર્તા રહીને જ થાય તે દ્રષ્ટીએ ઠરાવેલ ફી ઉપરાંત માગણી કરનાર અરજદારે વધારની કરાવેલ સીક્યુરીટી ડીપોઝીટ ભરવાની રહેશે.
કોર્પોરેશને નિયત કરેલ આર્ટ ગેલેરી બૂકિંગ માટેના અરજી ફોર્મમા અરજદારે અરજી કરવાની રહેશે આર્ટ ગેલેરીમા જે વ્યક્તિ પ્રદર્શન કરવા માંગતી હોઈ તે વ્યક્તિએ અથવા જે સંસ્થા/ગૃપ પ્રદર્શન કરવા ઈચ્છતુ હોઈ,તેમના પ્રતિનિધીએ અરજી ફોર્મમા સહી કરવાની રહેશે.
અરજી માંગેલી તારીખો જો શક્ય હશે તો આર્ટ ગેલેરી એલોટ કરવામા આવશે અરજી મા જણાવેલ તારીખોએ આર્ટ ગેલેરીની જે તે જગ્યાનું બૂકિંગ થયેલુ હશે તો અરજદારને તારીખોમાં તે જગ્યા બૂક કરી આપવા મા આવશે નહીં આર્ટ ગેલેરીનુ બૂકિંગ કેલેન્ડર વર્ષ પ્રમાણે જાન્યુઆરી થી ડીસેમ્બર સુધી ERP સીસ્ટમ દ્વારા વહેલા તે પહેલાના ધોરણે કરવામાં આવશે.આર્ટ ગેલેરીના કર્મચારી પાસેથી કોઈપણ જાતની કામગીરી લેવી નહીં તેમજ બક્ષિશ આપવી નહી.
આર્ટ ગેલેરી ઉપયોગ અંગેના પ્રતિદિન વપરાશના ચાર્જીસ નિચે પ્રમાણે રહેશે.
અનુક્રમ નંબર
વિગત
લાગત
૧
ભાડું
બિન ધંધાકીય/ સાંસ્કૃતિક પ્રવચનો /વ્યાખ્યાનો
૫૦૦૦/-
ધંધાકીય
૧૦૦૦૦/-
ઈલેક્ટ્રીક ચાર્જીસ : આર્ટ ગેલેરીનો કબજો લેતા અગાઉ કોર્પોરેશનના આર્ટ ગેલેરીના જવાબદાર કર્મચારી સાથે રહી ઈલેક્ટ્રીક મીટર રીડિંગની નોંધ કરવાની રહેશે અને યુનિટ દીઠ વીજ વપરાશ થાય તેના ચાર્જીસ બન્ને GST અનામતમાંથી કાપી લેવામાં આવશે.યુનિટના દરો મ્યુનિસિપલ કમિશનરશ્રી એ જે નક્કિ કર્યા હશે તે અરજદારોને બંધન કર્તારહેશે.
જો કોઈ સંજોગોમાં આર્ટ ગેલેરીનો ઉપયોગ ન કરવો હોઈ તે પ્રસંગે જે તારીખ માટે બૂકિંગ કરાવ્યુ હોય તેના ચોખ્ખા દસ (૧૦) દિવસ અગાઉ લેખીત જાણ કરીયેથી ભાડાની રકમના ૩૦% કાપી લઈ બાકીની રકમ પરત કરવામા આવશે.
આર્ટ ગેલેરી જે તારીખ માટે ભાડે રાખવામા આવિ હશે તે તારીખ બદલી આપવામા આવશે નહીં. પરંતુ કોઈ અસાધારણ સંજોગોમા ફક્ત એકજ વખત મ્યુનિસિપલ કમિશનરશ્રીની મંજૂરી મળ્યા બાદ માત્ર કૂલ ભાડાના ૫૦% વધુ લઈ ૩-માસ સુધિની તારીખ ફેરબદલી કરી આપવામા આવશે.
કુદરતી આફતો, અશાંતિ જેવા કાબૂ બહારના કારણોસર અથવા આકસ્મિક પ્રસંગે જો અરજદારને શો બંધ રાખવો પડે ત્યારે અરજદારની અરજી આવેથી યોગ્ય કારણો અને હકિકતો તપાસિ મ્યુનિસિપલ કમીશનરશ્રી પૂરેપૂરી રકમ રીફંડ આપી શકશે અથવા શો ની તારીખથી ૩-માસ સુધીમા અન્ય અનૂકુળ તારીખ વિનામુલ્યે આજ સંજોગોમા વધૂમા વધૂ બે વખત બદલી આપવાનો અધીકાર ધરાવશે.
જો મ્યુનિસિપલ કમિશનરશ્રીની સુચનાથી કાર્યક્રમ રદ કરવાનો પ્રસંગ ઉભો થાય ત્યારે આવા સમયે ફક્ત એકજ વખત વધારાની લાગત લીધા વિના ૩-માસની અંદર તારીખ બદલી આપવાનો અધીકાર મ્યુનિસિપલ કમીશનરશ્રી ને રહેશે.
આર્ટ ગેલેરીના ચાર્જીસ ઉપરાંત ગેલેરીનો કબજો લેતા અગાઉ બિન ધંધાકીય રૂ. ૩૦,૦૦૦/-અથવા ધંધાકીય રૂ. ૪૦,૦૦૦ /- અનામતની ભરવાની રહેશે. સમય મર્યાદા પુરી થયા બાદ કાપવા પાત્ર રકમ કાપી લઈ બાકીની રકમ ઓફીસ સમયના કમકાજ દરમ્યાન રજાના દિવસો સિવાય પરત કરી શકશે.પ્રથમ કાર્યક્રમ ઉપરાંત તેના વધૂ કાર્યક્રમ માટે દરેક વધારાના કાર્યક્રમ દિઠ રૂ. ૫,૦૦૦/- વસૂલ કરવાના રહેશે. નીચે મુજબની ચાર્જીસ વસુલ કરવા પાત્ર હશે તો ડીપોઝીટ માંથી કરવામાં આવશે.
અણધાર્યા આક્સ્મિક સંજોગોમા આર્ટ ગેલેરીની સુવિધામા કોઈ વિક્ષેપ પડે તો વડૉદરા મહાનગરપલિકાની જવાબદારી રહેશે નહીં.વડોદરા મહાનગરપલિકા પાસે ઉપલબ્ધ હોઈ તે સુવિધા જે તે સ્થિતીમાં આપવામા આવશે.
આર્ટ ગેલેરી લગ્ન કે દુઃખદ પ્રસંગ માટે આપવામાં આવશે નહીં. આર્ટ ગેલેરીમાં ઉપલબ્ધ હશે તેટલી જ સગવડ આપવામાં આવશે. સ્ટેજ તથા ફરાસ ખાનાની વ્યવસ્થા અરજદારે જાતે કરવાની રહેશે. આર્ટ ગેલેરીમાં કોઈ આકસ્મિક સંજોગો કે અક્સ્માત પ્રસંગોમાં થતા નુકસાન પેટે વડોદરા મહાનગરપાલિકા જવાબદાર રહેશે નહીં.
કાર્યક્રમની રજૂઆત માટે તૈયાર કરવામા આવેલા બેનરો નિમંત્રણ કાર્ડ/ ટીકીટમા અરજદારનું નામ અને સંસ્થાનું નામ લખવુ ફરજિયાત છે. જાહેર જનતાની સુરક્ષાને ધ્યાને લેતા કોઈપણ સંજોગોમા નિયત કરેલ સમયમા પ્રોગ્રામ શરૂ કરવો તેમજ પૂરો કરવાનો રહેશે.
આર્ટ ગેલેરી માટે કોઈપણ ફરાસખાના, કેટરીંગ કે માળીનો કોઈપણ પ્રકારનો ઈજારો રાખેલ નથી. અરજદારે ઈચ્છા અનુસાર ફરાસખાના, કેટરીંગ કે માળીને કામ આપવાનું રહેશે.
આર્ટ ગેલેરીમા ખાડાચરી ખોદવા દેવામા આવશે નહી.
આર્ટ ગેલેરી જે સમય માટે ફાળવવામા આવી હશે તેની મુદ્દત પુરી થતા સુધીના ઈલેક્ટ્રીક ચાર્જીસનું બીલ તથા ઈત્તર ચાર્જીસની રકમ અનામતમાંથી વસુલ કરવામાં આવશે. અને બાકીની રકમ વધે તો રીફંડ કરવામા આવશે. જો વસુલ કરવા પાત્ર રકમ અનામત કરતા વધુ હોઈ તો અરજદારે આર્ટ ગેલેરીની ઓફિસમા જ વધારાની રકમ ભરી દેવાની રહેશે. ત્યાર બાદ જ અરજદારને તેઓનો સરસામાન કલાના નમૂનાઓ તથા પ્રદર્શનમાં મૂકેલ ચીજ વસ્તુઓ લઈ દઈ જવામાં આવશે આ અંગે અરજદારે આર્ટ ગેલેરીના ઈન્ચાર્જ અધિકારીની હાજરીમાં પંચક્યાસકરીને કબજો આપવાનો રહેશે. અને સરસામાન વિગેરે પરત લેતી વખતે આ પંચક્યાસમાં ઉપરોક્ત સરસામાન જે તે સ્થીતિમાં પરત મળ્યો છે તેવુ લખાણ આપવાનું રહેશે.
જો કોઈ વખતે મ્યુનિસિપલ કમિશનરશ્રીના ધ્યાન ઉપર આવસે કે અરજદાર તરફથી ખોટી માહીતિ રજુઆત થય છે અથવા શરતોનો ભંગ કરી રહ્યા છે અથવા કરવાની શક્યતા છે. તો પરવાનગી તુર્ત રદ કરવામા આવશે આવા કિસ્સામા આર્ટ ગેલેરીના મેનેજર અથવા ઈન્ચાર્જ ઓફિસર ફી વિગેરે જપ્ત કરી શકશે આ અંગે આર્ટ ગેલેરી મેનેજર અથવા ઈન્ચાર્જ ઓફિસરે લિધેલ નિર્ણય અરજદારને બંધન કર્તા રહેશે. અને નિર્ણય સામે જો અરજદારને વાંધો હોઈ તો અરજદાર અધિકૃત ઉપલા અધીકારીને અપિલ કરી શકશે. આ બાબતે ઉપરોક્ત અધિકૃત અધિકારીએ લીધેલ નિર્ણય છેવટનો ગણાશે. અને તે અરજદારને બંધન કર્તા રહેશે.
અરજદાર આર્ટ ગેલેરી અથવા તેનો કોઈ પણ ભાગ અથવા તેનુ ફર્નિચર અને જડીત કરેલ વસ્તુઓ કોઈને આપી શકશે નહી. કોઈ ને તબદીલ કરી શક્શે નહી અથવા અન્ય પ્રકારની કોઈ તબદીલી કરી શકશે નહી. જો આવુ થયેલ માલુમ પડશે તો આર્ટ ગેલેરીના ઈન્ચાર્જ/મેનેજર અથવા કોર્પોરેશનના કમિશનરશ્રીએ અધિકૃત કરેલ કોઈ પણ અધીકારી પેટા ભાડે રાખનાર અથવા આર્ટ ગેલેરી કે તેનો કોઈપણ ભાગ અથવા તેનુ ફર્નિચર કોઈપણ તબદીલ રાખનાર વ્યક્તિ કે સંસ્થાના પ્રતિનિધીને આર્ટ ગેલેરીમાંથી કાઢી મુકિ શકશે. અને આવી વ્યક્તિ દ્વારા મુકાયેલ પ્રદર્શન વિગેરે દૂર કરી શકશે અને આ અંગે આ વ્યક્તિ કે સંસ્થા/ અરજદાર ને કોઈ નુકસાન અથવા ખોટ થસે તો એની જવાબદારી કોર્પોરેશની રહેશે નહી.
અરજદાર તરફથી રજૂ થનાર તમામ કાર્યક્રમ પધ્ધતિસર અનુશાસીત રીતે તથા વ્યવસ્થીત રીતે નિયમઅનુસાર રજૂ કરવાના રહેશે. અને આર્ટ ગેલેરીની અંદર તેમજ આજુબાજુમા કયદો અને વ્યવસ્થા જળવાય તે માટે સંપૂર્ણ જવાબદાર રહેશે. જો મેનેજર/ઈન્ચાર્જ અધીકારીને એમ જાણાશે કે કોઈ નિયમ વિરુધ્ધનુ અને ગેરકાયદેસર કૃત્ય થયુછે કે થનાર છે અથવા ગેર વ્યવસ્થા ઉભી થય છે કે થનાર છે. તો અરજદારને તે બોલાવી શકશે. અને તુર્ત શાંતિથી આર્ટ ગેલેરીનો કબજો પરત આપવા ફરમાવી શકશે અને આ માટે કોર્પોરેશન કોઈપણ પ્રકારનુ રીફંડ તથા કબજો પરત લેવાથી થનાર ખોટ અથવા નુકસાન અંગે જવાબદાર રહેશે નહી. આર્ટ ગેલેરી ના મેનેજર/ઈન્ચાર્જ અધીકારી આવા પ્રસંગે આર્ટ ગેલેરી ખાલી કરાવવા તથા જરૂર પડ્યે ગેલેરીમા પ્રવેશેલા ઓફિસ સ્ટાફ સિવાયના તમામ ઈસમોને બહાર કાઢવા પોલિસની મદદ લઈ શકશે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને અધીકૃત કરેલ કોઈ પણ વ્યક્તિ આર્ટ ગેલેરીનો સ્ટાફ/ આર્ટ ગેલેરીના ઈન્ચાર્જ અધીકારી/ મેનેજર દ્વારા અધીકૃત થયેલ સ્ટાફના કોઈ પણ વ્યક્તિ આર્ટ ગેલેરી ભાડે આપેલ સમય દરમીયાન કોઈ પણ ભાગમાં પ્રવેશ કરી શકશે.
પ્રવર્તમાન કાયદામાં કરેલ બાબતો જેવી કે મનોરંજન અંગેનું લાઈસન્સ વગેરે અરજદારે જાતે મેળવવાના રહેશે. પ્રવર્તમાન કાયદા અનુસાર અરજદારે પ્રદર્શન લગત લેવા પાત્ર તમામ મંજુરીઓ જો ન લીધી હોઈ તો તે અંગે જે કઈ પરીસ્સ્થિતિ ઉભી થાય તે બાબતે કોર્પોરેશન જવાબદાર રહેશે નહી. આવી તમામ બાબતો અંગે અરજદાર અથવા સંસ્થા પોતે જ જવાબદાર રહેશે. જરુરી એવા લાઈસન્સો આર્ટ ગેલેરીની કચેરી ખાતે કાર્યક્રમની તારીખના ૨-દિવસ પૂર્વે જમા કરાવવુ ફરજીયાત છે. આર્ટ ગેલેરીના સંકુલ્મા અગ્નિ જ્વાળા થાય તેવા પ્રયોગો તથા સ્ફોટક ધડાકા થાય તેવા પ્રયોગો તેમજ ધૂમાડો થાય તેવા ધૂપ દિપ કરવા પ્રતિબંધિત છે. આર્ટ ગેલેરીમા ધૂમ્ર પાન તથા પાન પડીકી,ગૂટખા,તમાકુ વગેરે પર પ્રતિબંધ છે.
અરજદારને એનો કાર્યક્રમ કરવામાટે પોલિસ મદદની જરુર હશે તો તેઓના ખર્ચે અને જોખમે પોલિસ વ્યવસ્થા ગોઠવશે. આ અંગેની જાણ આર્ટ ગેલેરીના ઈન્ચાર્જને કરવાની રહેશે.
જો ગેલેરી ઈન્ચાર્જના મતમુજબ આર્ટ ગેલેરીમાં પ્રદર્શીત કર્વામા આવેલ કલાકૃતિઓ અગર નમૂનાઓ કોઈ પણ પ્રકારે રૂચીનો ભંગ કરે તેવા,સમાજના નૈતિક સામાજીક ધોરણો વિરુધ્ધ હોઈ, પ્રવર્તમાન કાયદાઓથી પ્રતિબંધીત બાબતો અંગેનો હશેતો તે અધીકારી આવા નમૂના કે નમૂનાઓ પ્રદર્શનમાંથી દૂર કરાવી શકશે. તથા જે હેતુ માટે આર્ટ ગેલેરી ભાડે આપવામા આવે તે હેતુ માટે પ્રદર્શનના નમૂના સિવાયના કોઈ નમૂના હશે તો તે પણ દૂર કરાવી શકશે આ અંગે વ્યક્તિ/સંસ્થા એ કોઈ નુકસાન અથવા ખોટ જસે તો તેની જવાબદારી કોર્પોરેશનની રહેશે નહી.
આર્ટ ગેલેરીના મકાનમા અરજદાર તરફથી જે ચીજ વસ્તુઓ સાધનો લાવવામા આવ્યા હશે તેની સલામતીની જવાબદારી કોર્પોરેશનની રહેશે નહી પરંતુ તે જવાબદારી અરજદારની રહેશે.
પ્રતિ દિન આર્ટ ગેલેરીનો સમય સવારના ૯:૦૦ થી રાતના ૯:૦૦ સુધીનો મર્યાદિત રહેશે આર્ટ ગેલેરીનો કબજો અરજદારને ઠરેલ સમય કરતા બે કલાક પહેલા આપવામા આવશે સમય પુરો થતા રાત્રીના ૧૦:૦૦ સૂધીમા આર્ટ ગેલેરીનો કબજો પરત સોપવાનો રહેશે.
અરજદારે સેલોટેપ, ડ્રોઈંગ પીન્સ, ખીલીઓ વિગેરે અથવા અન્ય કોઈ પ્રકારના ગુંદર જેવી ચીજ વસ્તુઓ આર્ટ ગેલેરીની દિવાલ લાકડાની રેલીંગ કે ચેનલ, પડદા અને દરવાજા ઉપર લગાડવા નહી તથા આર્ટ ગેલેરીના બિલ્ડિંગ અને ફર્નિચરને નુકસાન અથવા ફેરફાર કરે તેવુ કૃત્ય કરવુ નહી. આર્ટ ગેલેરીની કોઈપણ ચીજ વસ્તુ તેમજ ફર્નિચર આર્ટ ગેલેરી સિવાય બીજે કઈ લઈજવુ નહી. આર્ટ ગેલેરીને જો કઈ નુકસાન થયુ હોઈ તો તેનુ રીપેરિંગ અરજદારે કરાવવાનુ રહેશે. અને અથવા ગેલેરીમા જરુરી રીપેરિંગનો ખર્ચ ભરપાઈ કરવાનો રહેશે. આ ખર્ચ પણ સિક્યુરીટિ ડીપોઝીટ માંથી કાપી લેવામા આવશે. અને સિક્યોરીટી ડીપોઝીટ થી વધુ હશે તો શરત નંબર ૧૫ મુજબ કાર્યવાહી કરવામા આવશે.
પ્રદર્શન શરુ થતા પહેલા આર્ટ્ગેલેરીની સફાઈ કોર્પોરેશનના સફાઈ સેવક દ્વારા કરી આપવામા આવશે. અને પ્રદર્શન પૂર્ણ થયા બાદ અરજદાર દ્વારા સફાઈ કરી આપવાની રહેશે.
ઉચ્ચ કક્ષાના ગુણધર્મો ધરાવતા પ્રદર્શનો કે જે ગર્વર્મેંન્ટ અથવા રેકેગ્નાઈઝ એપેક્સ બોડી અથવા આર્ટને લગતી ગર્વર્મેન્ટ માન્ય સંસ્થા રજુ કરવા ઈચ્છતી હોય તેવા પ્રદર્શનો મફત યોજવા કમિશનરશ્રી મંજૂરી આપી શકશે. પરંતુ ગેલેરી માટે બૂકિંગ ની માંગ ન હોઈ તેવા ફાજલ સમયે જ આવી પરવાનગી આપવી કે ન આપવી તે કમિશનરશ્રીના નિવેડાધીન રહેશે.
સામાન્યરીતે આર્ટ ગેલેરીને એકીવખતે ૭ દિવસથી વધુ દિવસ માટે ભાડે આપી શકાશે નહી. અને જ્યારે અન્ય અરજીઓ બાકી પડી હશે તો ૭- દિવસથી વધુ દિવસ માટે કોઈપણ સંજોગોમા ભાડે આપી શકાશે નહી. જો કોઈ અરજદારની માંગણી નહી આવી હોઈ તો જ સાત થી વધુ દિવસ માટે ભાડે આપવા પરવાનગી આપી શકાશે.
આર્ટ ગેલેરી ભાડે રાખવા માટે કરેલ અરજી નામંજૂર કરવાનો અધીકાર કમિશનરશ્રીનો રહેશે જ્યારે અરજી ગ્રાહ્ય રાખવામા ન આવે ત્યારે તેના કારણો ઓફિસિયલ રેકર્ડમા રાખવાનો રહેશે.
આર્ટ ગેલેરી જે સંસ્થા કે અરજદારે જે ઉપયોગ માટે નોંધાવ્યુ હશે તેમા કોઈ ફેરફાર કરવાદેવા માં આવશે નહી. અને જાહેર કર્યા સિવાય અન્ય સંસ્થા કે અન્ય પ્રદર્શન કરેલુ માલૂમ પડશે તો સંસ્થા અને અરજદારનુ નામ કાળી યાદીમાં મુકવામા આવશે અને અરજી સાથેની અનામત જપ્ત કરવામા આવશે. તેમજ અનાધીકૃત ઉપયોગ તુર્ત રોકાવવામાં આવશે.
આર્ટ ગેલેરીમાં યોજાયેલ પ્રદર્શનમા કોઈ કોપીરાઈટનો ભંગ થતો હસે તો તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની જવાબદારી રહેશે નહી અને તે અંગેની તમામ જવાબદારી આર્ટગેલેરી ભાડે રાખનારની રહેશે.
જે પ્રદર્શન માટે બૂકિંગ કરાવ્યુ હોઈ તેની ચોખ્ખા દસ દિવસ અગાઉ જાહેરાત બોર્ડ કે બેનર્સ નિયત કરેલા સ્થળે, ફક્ત એક જ વધૂમા વધુ ૬'x૪' સાઈઝનુ મૂકિ શકાશે. કાર્યક્રમ નાં દિવસે વધુમાં વધુ ૦૪ જે પૈક્કી ૦૨ બેનર ૬'x૪' સાઈઝનુ વિનામ્લ્યે મૂકિ શકાશે ૦૨ કરતા વધુ બેનર માટે લાગત ચુકવી મુકવાના રેહશે . બોર્ડ કે બેનર કોઈ કારણ સર હટાવી લેવામા ઓફીસર ઈન્ચાર્જ આદેશ કરશે તો તે પ્રમાણે ભાડે રાખનાર વ્યક્તિ/સંસ્થા એ હટાવી લેવાનું રહેશે. તેમ કરવામા ચૂક કરવાથી ઓફીસર ઈન્ચાર્જ હટાવવા કાર્ય વાહી કરશે. જે કરતી વખતે કોઈ બગાડ કે ભાંગ તૂટ થાય તો તે મ્યુનિસિપલ કોર્પોરેશન જવાબદાર રહેશે નહી. આ માટેનો ખર્ચ ડીપોઝીટ માથી વસુલ લેવામાં આવશે.
આ નિયમોનું અર્થ ઘટન અને તેમા થી ઉપસ્થીત થતી કોઈપણ વિવાદ બાબતે મ્યુનિસિપ કમિશનરશ્રીનો નિર્ણય આખરી ગણાશે અને તે અરજદારને બંધન કર્તા રહેશે.
નગર પ્રાથમીક શિક્ષણ સમીતિ અને મ્યુનિસિપલ કોર્પોરેશન જો આર્ટ ગેલેરીનો ઉપયોગ કરવાનો રહેશે તો કોઈ ચાર્જ કે લાગત વિના આર્ટ ગેલેરીનો ઉપયોગ કરી શકશે. આવા ઉપયોગ માટે નુ બૂકિંગ ઓછામા ઓછા ચોખ્ખા સાત દિવસ પહેલા કરવાનું રહેશે કમિશનરશ્રી દ્વારા સમયસર નિર્ણય લેવાનો હશે તો ઈન્ચાર્જ અધીકારી પ્રાઈવેટ પાર્ટીનું બૂકિંગ રદ કરી શકશે. કોર્પોરેશન/નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપયોગ માટે ભાડુ લેવાનું નથી. પરંતુ ઈલેક્ટ્રીક બિલ વિજ વપરાશ પ્રમાણે ભરવાનું રહેશે. વડોદરા મહાનગરપાલિકા, નગર પ્રાથમિક શીક્ષણ સમિતિ અને વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીના સાંસ્ક્રુતિક કાર્યક્રમો માટે કોઈપણ ચાર્જીસ કે લાગત વિના આર્ટ ગેલેરીનો ઉપયોગ કરી શકશે. મહાનગરપાલિકાની પ્રવ્રુતિ માટે હોલ હમેશા અનામત રહેશે.
આર્ટ ગેલેરી માં કોઈપણ પ્રકારનું ખાણું ક પીણુ લઈ જવા દેવામાં આવ્શે નહી. પ્રેક્ષકોને કે સ્વયંસેવકોને કોઈપણ પ્રકારના ખાવાપીવાની વસ્તુઓ વેચાણ/ખાવા લઈ જવા દેવામાં આવશે નહી.
ઉપરોક્ત ઠરવેલ શરતો, ફી અને ભાડાના દર તથા વિવિધ ચાર્જીસ ફેરફારને પાત્ર રહેશે. આવા ફેરફારો સ્થાઈ સમિતિ વખતો વખત કરી શકશે. અને તેનો સમય જે તારીખથી અમલ કરવા પાત્ર હશે તે તમામ કેસોને લગુ પડશે. અને તે સામે અરજી કરનાર વાંધો લઈ શકશે નહી.
આર્ટ ગેલેરીમા તેને અડીને આવેલા ભાગમાં પ્રતિબંધિત ચીજવસ્તુઓ અગર પીણા લાવવાની કે પીવાની સખ્ત મનાઈ છે.શો દરમ્યાન આવી વ્યક્તિને આર્ટ ગેલેરીમા પ્રવેશ આપવા માટે ઓર્ગેનાઇઝર અને તેના મેનેજમેન્ટની જવાબદારી રેહશે.
આ નિયમોનું અર્થઘટન અને તેમાંથી ઉપસ્થિત થતી કોઈપણ બાબતમાં મ્યુનિસિપલ કમિશ્નરશ્રી નો નિર્ણય આખરી ગણાશે.
આર્ટ ગેલેરી સંદર્ભે ઉભી થતી કોઈપણ બાબત વડોદરા ન્યાયલયને આધીન રેહશે.
Register Your Self
*
Full Name
---Select---
Mr.
Mrs.
Miss.
eMail Address
*
Contact
If Already Registered?
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્વામી વિવેકાનંદ આર્ટ ની લાગત /ડીપોઝીટ/અન્ય ચાર્જીસ ની વિગત
અનુક્રમ નંબર
વિગત
સામન્ય સભા ઠરાવ અંક ૯૯ તા.૨૩-૦૧-૨૦૨૫ દ્વારા
મંજુર તથયેલ દર
૧
ભાડું
બિન ધંધાકીય / સાંસ્કૃતિક પ્રવચનો /વ્યાખ્યાનો
૫૦૦૦/-
ધંધાકીય
૧૦,૦૦૦/-
૨
ડીપોઝીટ
બિન ધંધાકીય / સાંસ્કૃતિક પ્રવચનો /વ્યાખ્યાનો
૩૦,૦૦૦/-
ધંધાકીય
૪૦,૦૦૦/-
૩
વ્હીવટી ચાર્જીસ
વ્હીવટી ચાર્જીસ બિન ધંધાકીય/ધંધાકીય/ સાંસ્કૃતિક પ્રવચનો /વ્યાખ્યાનો
૧૦૦૦/-
૪
સફાઈ ચાર્જીસ
વ્હીવટી ચાર્જીસ બિન ધંધાકીય/ધંધાકીય/ સાંસ્કૃતિક પ્રવચનો /વ્યાખ્યાનો
૧૫૦૦/-
૫
રીહર્સલ
/
પૂર્વ તૈયારીનાં ભાગરૂપે એક દિવસ અગાઉ કે બાદ
વ્હીવટી ચાર્જીસ બિન ધંધાકીય/ધંધાકીય/ સાંસ્કૃતિક પ્રવચનો /વ્યાખ્યાનો
૩૫૦૦/-પ્રતિ દિવસ
૬
લેટ ચાર્જીસ મહત્તમ ૦૨ કલાક સુધી
વ્હીવટી ચાર્જીસ બિન ધંધાકીય/ધંધાકીય/ સાંસ્કૃતિક પ્રવચનો /વ્યાખ્યાનો
૫૦૦/-પ્રતિ કલાક
૭
નિયમભંગ
વ્હીવટી ચાર્જીસ બિન ધંધાકીય/ધંધાકીય/ સાંસ્કૃતિક પ્રવચનો /વ્યાખ્યાનો
૨૦૦૦/-પ્રતિ દિન
૮
ઇલેક્ટ્રિક ચાર્જીસ
વ્હીવટી ચાર્જીસ બિન ધંધાકીય/ધંધાકીય/ સાંસ્કૃતિક પ્રવચનો /વ્યાખ્યાનો
૨૦/-પ્રતિ યુનિટ
૯
જનરેટર ચાર્જીસ
વ્હીવટી ચાર્જીસ બિન ધંધાકીય/ધંધાકીય/ સાંસ્કૃતિક પ્રવચનો /વ્યાખ્યાનો
૨૫/-પ્રતિ યુનિટ
૧૦
બેનર ચાર્જીસ
વ્હીવટી ચાર્જીસ બિન ધંધાકીય/ધંધાકીય/ સાંસ્કૃતિક પ્રવચનો /વ્યાખ્યાનો
૨૦૦/-પ્રતિ બેનર
૧૧
જી.એસ.ટી
વ્હીવટી ચાર્જીસ બિન ધંધાકીય/ધંધાકીય/ સાંસ્કૃતિક પ્રવચનો /વ્યાખ્યાનો
નિયમ મુજબ